Aapnu Gujarat Essay in Gujarati – આપણું ગુજરાત નિબંધ
Here you have given an essay on the topic “Apanu Gujarat“. If you study then this essay is very useful for you. In Gujarati subject examination, a question essay is definitely required. And it is also necessary to earn maximum points in it. We have given Aapnu Gujarat Essay in Gujarati for classes 5, 4, 6, 6, 6, 10, 11 and 12 here. You can read from here. PDF files can also be downloaded for free.

Maru Gujarat Nibandh Gujarati
જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત..”
ઉપરની કાવ્યપંક્તિ ગાતાં જ આપણા હૈયામાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ છલક છલક છલકે છે.
ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર આવેલાં છે. ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહી રહી છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે.
ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી અને ડાકોર જેવાં પ્રસિદ્ધ યાત્રાધામો આવેલાં છે. અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. ગુજરાતને વિશાળ દરિયાકિનારો મળ્યો છે. તેના કિનારે કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવાં સમૃદ્ધ બંદરો આવેલાં છે. ગુજરાતનાં ઉભરાટ, તીથલ, ડુમ્મસ, સાપુતારા અને ચોરવાડ જેવાં પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે.
ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો અને કવિઓનો ફાળો છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ, નર્મદ, કલાપી, મેઘાણી, અખો, દયારામ, ઉમાશંકર જોશી, સુન્દરમ, મુનશી, ગિજુભાઈ વગેરે કવિઓ અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે, ઠક્કરબાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજસેવકો ગુજરાતની ભૂમિના નરરત્નો છે.
ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે. પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે. – આઝાદી પછી ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે. ખેતીવાડી, શિક્ષણ, વાહનવ્યવહાર, ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે.
ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને ધનિક છે. આવી પવિત્ર અને સમૃદ્ધ ભૂમિનું સંતાન હોવાનો મને ગર્વ છે.
Thanks FFor Reading Aapnu Gujarat Essay in Gujarati Nibandh.
Read More Article :
- Essay On Global Warming
- Save Water In Daily Use Essay
- Dangers Of Drug Abuse Essay
- Beti Bachao Beti Padhao Essay In Hindi
- Wonder Of Science Essay