Uttarayan Essay in Gujarati, Hindi And English

-

In This Article Provideded Uttarayan Essay in Hindi, gujarati and English Versin With PDF Free Download, Makar sankranti par Nibandh Gujarati, Makar sankranti Nibandh Hindi Me. class 3 to 10 ke liye. Uttarayan Essay in all language available here.

makar sankranti essay in hindi 250 words

मकर संक्रांति का त्योहार, सूर्य के उत्तरायन होने पर मनाया जाता है। इस पर्व की विशेष बात यह है कि यह अन्य त्योहारों की तरह अलग-अलग तारीखों पर नहीं, बल्कि हर साल 14 जनवरी को ही मनाया जाता है, जब सूर्य उत्तरायन होकर मकर रेखा से गुजरता है। यह पर्व हिन्दू धर्म के प्रमुख त्योहारों में शामिल है।

कभी-कभी यह एक दिन पहले या बाद में यानि 13 या 15 जनवरी को भी मनाया जाता है लेकिन ऐसा कम ही होता है। मकर संक्रांति का संबंध सीधा पृथ्वी के भूगोल और सूर्य की स्थिति से है। जब भी सूर्य मकर रेखा पर आता है, वह दिन 14 जनवरी ही होता है, अत: इस दिन मकर संक्रांति का तेहार मनाया जाता है।

भारत के अलग-अलग क्षेत्रों में मकर संक्रांति के पर्व को अलग-अलग तरह से मनाया जाता है। आंध्रप्रदेश, केरल और कर्नाटक में इसे संक्रांति कहा जाता है और तमिलनाडु में इसे पोंगल पर्व के रूप में मनाया जाता है। पंजाब और हरियाणा में इस समय नई फसल का स्वागत किया जाता है और लोहड़ी पर्व मनाया जाता है, वहीं असम में बिहू के रूप में इस पर्व को उल्लास के साथ मनाया जाता है। हर प्रांत में इसका नाम और मनाने का तरीका अलग-अलग होता है।

अलग-अलग मान्यताओं के अनुसार इस पर्व के पकवान भी अलग-अलग होते हैं, लेकिन दाल और चावल की खिचड़ी इस पर्व की प्रमुख पहचान बन चुकी है। विशेष रूप से गुड़ और घी के साथ खिचड़ी खाने का महत्व है। इसके अलावा तिल और गुड़ का भी मकर संक्राति पर बेहद महत्व है।

इस दिन सुबह जल्दी उठकर तिल का उबटन कर स्नान किया जाता है। इसके अलावा तिल और गुड़ के लड्डू एवं अन्य व्यंजन भी बनाए जाते हैं। इस समय सुहागन महिलाएं सुहाग की सामग्री का आदान प्रदान भी करती हैं। ऐसा माना जाता है कि इससे उनके पति की आयु लंबी होती है।

ज्योतिष की दृष्ट‍ि से देखें तो इस दिन सूर्य धनु राशि को छोड़कर मकर राशि में प्रवेश करता है और सूर्य के उत्तरायण की गति प्रारंभ होती है। सूर्य के उत्तरायण प्रवेश के साथ स्वागत-पर्व के रूप में मकर संक्रांति का पर्व मनाया जाता है। वर्षभर में बारह राशियों मेष, वृषभ, मकर, कुंभ, धनु इत्यादि में सूर्य के बारह संक्रमण होते हैं और जब सूर्य धनु राशि को छोड़कर मकर राशि में प्रवेश करता है, तब मकर संक्रांति होती है। सूर्य के उत्तरायण होने के बाद से देवों की ब्रह्म मुहूर्त उपासना का पुण्यकाल प्रारंभ हो जाता है। इस काल को ही परा-अपरा विद्या की प्राप्ति का काल कहा जाता है। इसे साधना का सिद्धिकाल भी कहा गया है। इस काल में देव प्रतिष्ठा, गृह निर्माण, यज्ञ कर्म आदि पुनीत कर्म किए जाते हैं।

मकर संक्रांति को स्नान और दान का पर्व भी कहा जाता है। इस दिन तीर्थों एवं पवित्र नदियों में स्नान का बेहद महत्व है साथ ही तिल, गुड़, खिचड़ी, फल एवं राशि अनुसार दान करने पर पुण्य की प्राप्ति होती है। ऐसा भी माना जाता है कि इस दिन किए गए दान से सूर्य देवता प्रसन्न होते हैं।

महाभारत में भीष्म पितामह ने सूर्य के उत्तरायण होने पर ही माघ शुक्ल अष्टमी के दिन स्वेच्छा से शरीर का परित्याग किया था। उनका श्राद्ध संस्कार भी सूर्य की उत्तरायण गति में हुआ था। फलतः आज तक पितरों की प्रसन्नता के लिए तिल अर्घ्य एवं जल तर्पण की प्रथा मकर संक्रांति के अवसर पर प्रचलित है।

इन सभी मान्यताओं के अलावा मकर संक्रांति पर्व एक उत्साह और भी जुड़ा है। इस दिन पतंग उड़ाने का भी विशेष महत्व होता है। इस दिन कई स्थानों पर पतंगबाजी के बड़े-बड़े आयोजन भी किए जाते हैं। लोग बेहद आनंद और उल्लास के साथ पतंगबाजी करते हैं।

Uttarayan Essay in Gujrati

1. Uttarayan Essay in Gujarati

ઉત્તરાયણ એ મારો પ્રિય તહેવાર છે. તે મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. સૂર્ય આ દિવસના રોજ મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેને મકરસંક્રાંતિ કહે છે.ઉત્તરાયણએ પતંગોનો તહેવાર છે.

આ દિવસ અગાઉથી જ્ બાળકો તેમજ તમામ આ તહેવારના ચાહકો પતંગ અને દોરાની ખરીદી કરે છે. પતંગ કાગળ અને વાંસની લાકડીના યોગ્ય જોડાણ દ્વારા બનાવવામાં આવે છે. તથા દોરીની પણ ખાસ પ્રકારની બનાવટ હોય છે. જેથી કે પતંગબાજોના પતંગ આકાશમાં વધુ સમય સુધી ટકી શકે.   

ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવે છે. વિવિધ રંગોના પતંગો આકાશમાં ઉડે ત્યારે તે ખૂબ જ સરસ અને સુખદ લાગે છે. પતંગો ચગાવનાર એક પ્રકારના હરિફો હોય છે. જેમાં તેઓ એક બીજા પતંગ કાપી નાખવાનો પ્રયત્ન કરે છે. ઉત્તરાયણ માટે તલની ચિક્કી તેમજ સીંગની ચિક્કી ખાસ પ્રકારની મીઠાઈ છે. તે તલ અને મગફળીનું બનેલું છે.

લોકો આ દિવસે હેપ્પી સંક્રાંતિના એકબીજાને શુભેચ્છા પાઠવે છે. મકરસંક્રાંતી એક લણણી તહેવાર છે. તે વસંતઋતુના આગમનને દર્શાવે છે. તે દરેક માટે આનંદનો દિવસ છે. આમ ઉત્તરાયણ એક અનોખો તહેવાર છે. જેથી તે બધા ચાહકોને ખૂબ જ પ્રિય છે. 

ઉત્તરાયણ વિશે વધુ માહિતી,

ઉત્તરાયણ જ એક માત્ર હિન્દુઓનો તહેવાર છે જે અંગ્રેજી મહિના મુજબ ૧૪ જાન્યુઆરીના રોજ જ ઉજવવામાં આવે છે.દેશના ઘણા ભાગોમાં મકર સંક્રાંતિ યાત્રાના સમયને દર્શાવે છે. ઉત્તર પ્રદેશમાં તે કુંભ મેલાની શરૂઆત છે, જ્યારે કેરાલામાં તે શબિરલાલાનો અંત છે.સદીઓથી મકર સંક્રાંતિની તારીખ બદલાઈ ગઈ છે. 1000 વર્ષ પહેલાં, આ તહેવાર 31 ડિસેમ્બરે ઉજવવામાં આવતો હતો.નેપાળમાં મકર સંક્રાંતિ ખૂબ લોકપ્રિય છે બિક્રમ સંવત (નેપાળી કેલેન્ડર) મુજબ, તે 1 લી માઘ પર ઉજવવામાં આવે છે.મકર સંક્રાન્તિ રાશિ ધનુરાશિથી મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ સૂચવે છે.

100 + New Essay Collection

2. ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ

બાળકોને અતિ પ્રિય તહેવાર ઉત્તરાયણ છે.ઉત્તરાયણ એક માત્ર એવો તહેવાર છે જે અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવાય છે.ઉત્તરાયણ દર વર્ષે 14 જાન્યુઆરી ના દિવસે ઉજવાય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે તેને મકરસક્રાંતિ પણ કહેવાય છે.

એક ધાર્મિક તહેવાર તરીકે આ દિવસે લોકો પુણ્યદાન કરે છે. ઘણા લોકો ગાયોને ઘાસ પુડા ખવડાવે છે. આ દિવસે લોકો ગરીબોને દાન આપે છે અને બ્રાહ્મણોને દક્ષિણા આપે છે. આ દિવસે લોકો કૂતરાને લાડુ અને ખિચડી જમાડે છે.

ઉત્તરાયણને પતંગનું પર્વ પણ કહેવાય છે. આ દિવસે નાના મોટા બધા સવારથી પતંગ લઈને અગાસી પર ચડી જાય છે. ઉત્તરાયણના આગળના દિવસે કોઈ સાથે યુદ્ધ કરવાનું હોય તેમ બધા પતંગ અને દોરાની તૈયારીઓ કરે છે.

ઉત્તરાયણના દિવસે આખુય આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે અને લોકો સવારથી સાઉન્ડ સિસ્ટમ લઈ ધાબે ચડી જાય છે અને મોટા અવાજે ગીતો વગાડે છે. ઉત્તરાયણના દિવસે તમને લપેટ લપેટ અને કાઇપો છે ની બૂમો સંભળાય છે.

ઉત્તરાયણ એ નાના મોટા દરેક માટે આનંદનો તહેવાર છે.

3. ઉત્તરાયણ વિષે 10 વાક્યો – 10 Line Essay

  1. ઉત્તરાયણ દર વર્ષે 14 જાન્યુઆરી ના દિવસે ઉજવાય છે.
  2. ભલે આપણે આખુ વર્ષ મોબાઇલમાં નીચું મોં રાખીને બેસી રહેતા હોય પણ આ એક એવો દિવસ છે જે આપણને ઊંચું જોવા મજબૂર કરી દે છે.
  3. આ દિવસ થી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે માટે તેને ઉત્તરાયણ કહેવાય છે.
  4. તે વસંતઋતુના આગમનને દર્શાવે છે. તે દરેક માટે આનંદનો દિવસ છે.
  5. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે તેને મકરસક્રાંતિ પણ કહેવાય છે.
  6. ઉત્તરાયણએ પતંગોનો તહેવાર છે.
  7. આ દિવસ અગાઉથી જ બાળકો તેમજ તમામ આ તહેવારના ચાહકો પતંગ અને દોરાની ખરીદી કરે છે.
  8. ઉત્તરાયણના દિવસે નાનામોટા બધા સવારથી ધાબે ચડી જાય છે, અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે.
  9. ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવે છે. વિવિધ રંગોના પતંગો આકાશમાં ઉડે ત્યારે તે ખૂબ જ સરસ અને સુખદ લાગે છે.
  10. પતંગો ચગાવનાર એક પ્રકારના હરિફો હોય છે, જેમાં તેઓ એક બીજા પતંગ કાપી નાખવાનો પ્રયત્ન કરે છે.

4. મકરસંક્રાતિ નિબંધ ગુજરાતી – ધોરણ 5 થી 8 માટે

મકરસંક્રાતિ એટલે કે આ દિવસે સૂર્ય ધનુ રાશી માંથી નીકળી અને મકર રાશી માં પ્રવેશ કરે તેથી આ દિવસ ને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિ નાં આ
તહેવાર ને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જેની તારીખ નિશ્ચિત હોય છે. એટલે કે આ તહેવાર દરવર્ષે 14 જાન્યુઆરી એ વર્ષો થી ઉજવવામાં આવે છે. પરંતુ કોઈ વાર આ તહેવાર એક દિવસ આગળ અથવા પાછળ એટલે કે ૧૩ અથવા ૧૪ જાન્યુઆરી એ ઉજવવામાં આવે છે.

મકરસંક્રાતિ નાં આ દિવસે વહેલી સવારે ઉઠી ને નદી માં સ્નાન નું પણ અનેરું
મહત્વ છે. આ દિવસે નદી ના સ્નાન ની સાથે તલ, ખીચડી અને ગોળ નાં દાન નું પણ અનેરું મહત્વ છે.

મકરસંક્રાંતિ નો આ તહેવાર બધા રાજ્યો માં અલગ અલગ નામ થી મનાવવામાં આવે છે. પંજાબ ,હરિયાણામાં લોહરી, આસામ માં બિહુ, તમિલનાડુ માં પોંગલ , તેમજ આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ ,મધ્યપ્રદેશ માં આ તહેવાર ને મકરસંક્રાંતિ અને ગુજરાત માં આને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ને દાન પુણ્ય નો દિવસ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગાય ને ધુધરી ગોળ અને ધી સાથે ખવડાવવામાં આવે છે.

મકરસંક્રાંતિ નો તહેવાર નાના મોટા સહુ નો મનપસંદ નો તહેવાર છે. કેમ કે આ દિવસે બધા ને પસંદ એવી રંગબેરંગી પતંગો ઉડાવી , કાપ્યો છે ના નારા, અને મોટા અવાજ સાથે ડીજે સાંભળવાનો તહેવાર છે. પૂરો દિવસ પૂરા પરિવાર અને મિત્રો સાથે ઘર ની અગાશી પર પતંગ ઉડાવવાનો તહેવાર. ઊંધિયું અને પૂરી નાં સ્વાદ સાથે સાત ધાન નો ખીચડો અને તલ, મમરા ,દાળિયા ની ચીકી ના સ્વાદ આ રંગબેરંગી પતંગ ના ઉત્સવ ને બમણો કરી દે છે. છોકરાઓ સવાર થી સાંજ સુધી બસ ધાબા પર જ રહે છે અને પતંગ ઉડાવે છે.

મકરસંક્રાંતિ નાં આ તહેવાર માં મોટી મોટી પતંગો પણ આકાશ માં ઉડાવવાની પ્રતિયોગિતા નું આયોજન થાય છે. અને લોકો તેમાં હોંશે હોંશે ભાગ પણ લે છે.

આમ લોકો માટે આ તહેવાર એટલે હસી ,ખુશી પરિવાર અને મિત્રો સાથે મળી મોજ મસ્તી કરવાનો તહેવાર.મકરસંક્રાતિ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

PDF Book Download

Recommended for You
You may also like
Share Your Thoughts